ગુજરાત: શિક્ષણ વિભાગની સૂચના અનુસાર તળાજા તાલુકાની નેસવડ પ્રા. શાળા,જી.ભાવનગર માંથી વાર્ષિક પરીક્ષાના ના પ્રશ્નપત્રની ચોરી થઈ છે. જે અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેને લઈને હાલમાં પોલીસ તપાસ ચાલુ છે ત્યાં સુધી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

આ ઘટનાને પગલે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ માન.એમ.આઈ.જોષી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં આવતીકાલ તા.22/4/22 અને તા.23/4/22 ના રોજ યોજાનાર ધોરણ 7 ની પરીક્ષા રદ કરવામાં આવે છે. સોમવારથી રાબેતા મુજબ ધોરણ 7 ની પરીક્ષા યોજવાની રહેશે. અન્ય ધોરણોની પરીક્ષા અગાઉથી આપેલા સમયપત્રક મુજબ લેવાની રહેશે.

ગુજરાતમાં હાલમાં બની રહેલા પેપર ફૂટવાના કૌભાંડને લઈને ગુજરાતના શિક્ષણ તંત્ર પર અને શિક્ષણ મંત્રી પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.