વાંસદા: ચોરવણી ગામે ગતરોજ રાત્રી વેળાએ ખાસ કરીને પાર તાપી રિવર લીંક યોજનાના વિરુદ્ધમાં મિટિંગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુબજ મોટી સંખ્યામાં હાજર આદિવાસી સમાજના લોકો સાથે આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જુઓ જુઓ વિડીયોમાં કયા આદિવાસી લીડરોએ શું કહ્યું..
Decision Newsને મળેલી માહિતી મુજબ 23/04/2022 ઉંમરથાણા અને 26/04/2022 એ ચીખલી ખાતે પાર તાપી રિવર લીંક યોજનાના વિરુદ્ધમાં જે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આદિવાસી સમાજને મોટી સંખ્યામાં જોડાવા આહ્વાહન કરવામાં આવ્યું જેનાથી આ વર્તમાન સયમની સત્તાને ભાન આવે કે આ યોજનાને લઈને આદિવાસી સમાજમાં ખુબ જ આક્રોશ છે અને આવનારા સમયમાં એ સરકારને નુકશાનકારક પણ બની શકે છે.
આ પ્રસંગે ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ, સમિતિના પ્રમુખશ્રી બારકું ભાઈ, ચોરવણીના સરપંચશ્રી દિગ્વિજય, નિરૂપણના સરપંચશ્રી કાશીરામ ભાઈ, મોળા આંબા સરપંચશ્રી ગુલાબભાઈ, ચોરવણી માજી સરપંચશ્રી રમણ ભાઈ, જેસીંગ ભાઈ ચોરવણી, તાલુકા પંચાયત સભ્યશ્રી પારસુ ભાઈ, કોન્ટ્રાક્ટર શ્રી અશોકભાઈ, કોન્ટ્રાક્ટર શ્રી કાંતિભાઈ, ચાસમાંડવા રાઈલુંભાઈ, ચાસમાંડવાના સભ્યશ્રી ધીરજભાઈ, ચાસમાંડવા કમિટી સભ્ય શ્રી ચિંતુંભાઈ, આદિવાસી સંગઠન સમિતિના સભ્યશ્રી દીપકભાઈ, જાગીરીના મગનભાઈ જેવા આદિવાસી સમાજના હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા.











