દક્ષિણ ગુજરાત: હાલ જાણે કોઈપણ વ્યકતિની ટીકા કરવી એ “ફેશન” બની ગઈ હોય એમ લાગે છે. બે ચાર લીટી સારી બોલતા કે લખતા આવડતું હોય એટલે પોતાને “સર્વજ્ઞાની” સમજવા લાગી જાય છે. અને ગમે તે બોલી કે લખી દેતા હોય છે. એ વ્યકિતને કદાચ “ટીકા” શબ્દનો અર્થ કે વ્યાખ્યા પણ ખબરના હોય અને એલફેલ બોલી કે લખીને “ખાલી કારતૂસ” ની જેમ ગમે જયાં ઉછળીને પ્રસિદ્ધિ મેળવવા માંગતા/મથતા હોય છે.
ચાલો હવે થોડું ટીકા શબ્દ વિશે સમજી લઈએ. ટીકા શબ્દનો અર્થ કે એની વ્યાખ્યા વિશે સમજએ.”ટીકા” એટલે કે કોઈપણ વ્યક્તિ ( વ્યક્તિની વ્યાખ્યા IPC ની કલમ-૧૧ મુજબ સમજવી) એ કરેલ કોઈ કાર્ય કે કોઈપણ પ્રકારનું કૃત્ય જેના વિશે સંપૂર્ણ વિગતો ને જાણકારી મેળવ્યા પછી સમજી વિચારીને એ કાર્ય કે કૃત્યને અનુરૂપ ટીપ્પણી કરો એ. અથવા તો કોઈ ખામીઓ કે ઉણપો કે ગુણદોષો વિશે એ વ્યક્તિની હાજરી /ગેરહાજરીમાં જાહેર જગ્યા/માધ્યમોમાં લખીને કે બોલીને સૂચન કરવું. કે જેથી કરીને એ વ્યક્તિની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં સુધારો લાવી શકાય. ટીકાને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય (૧)રચનાત્મક ટીકા અને (૨)ખંડનાત્મક કે વિનાશકારી ટીકા. “રચનાત્મક ટીકા” એટલે કોઈપણ બાબતે સ્પષ્ટ, પ્રામાણિક, સરળ, નિ:સ્વાર્થ ભાવે ટીકા ટીપ્પણી કરવું તે. અને “ખંડનાત્મક કે વિનાશકારી” ટીકા એટલે કે નકારાત્મક, સ્વાર્થીપણું ,આઘાત લગાડનારી, અપરાધીક વૃતિવાળી ટીકા ટીપ્પણી.
હાલનો સમય એવો થઈ ગયો છે કે પોતાનો સ્વાર્થ સાધવા માટે , બદઈરાદો પાર પાડવા માટે , કોઈપણ વ્યક્તિની છબી ખરડવા માટે આવી નીચલી કક્ષાની અંગત કે એ વ્યક્તિને નીચા દર્શાવવા માટે આવી “ખાલી કારતૂસો”(બની બેઠેલા ટીકાકારો) ગમે તેમ બોલતા લખતા હોય છે.અને પોતે ખોટી નામના કે પ્રસિદ્ધિ મેળવવા માંગતા હોય છે.આવા વિદ્વાનોથી પણ સતર્ક રહેવું જરુરી છે.આવા જ લોકો Destructive criticism ના પાલનહાર છે.
પેન્સિલ બુઠ્ઠી થઈ ગઈ એટલે ખાલી કારતૂસો કી બોર્ડથી મેથી મારતા હોય છે.કેટલીક કારતૂસોતો પોતાનું કામ છોડીને “ટીકા” કરવા આતુરતાથી શિયાળની જેમ પૂંછડી હલાવતા હલાવતા ઊભા જ હોય છે.
BY કિરણ પાડવી (PI)











