કામરેજ: આજરોજ ચંદેરીયાં ઓફિસ ખાતે છોટુભાઈ વસાવા તેમજ મહેશભાઈ વસાવા સાહેબની અધ્યક્ષતામાં BTTS/BTPના તાલુકા જિલ્લાના હોદ્દેદારો સાથે આવનાર 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં AAP/BTP ગઠબંધનને લગતી ચર્ચા અને 1 મે ગુજરાત સ્થાપના દિને AAP/BTP ની સયુંકત સભાના આયોજનના ભાગરૂપે મિટિંગ યોજાઈ હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ 1 મે ગુજરાત સ્થાપના દિવસે સુરતના કામરેજ ખાતે ઝઘડિયાના MLA માનનીય છોટુભાઈ વસાવા ડેડીયાપાડાના MLA માનનીય મહેશભાઈ વસાવા, દિલ્હીના મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવંતમાનજી AAP/BTP ની સયુંકત સભા ગજાવશે.
ગુજરાતમાં આવનારી 2022ની વિધાનસભાની ચુંટણી ખુબ જ રોમાંચક બનશે એના એંધાણ આવી રહ્યા છે હાલમાં ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બન્નેને પછાડવા માટે ત્રીજો પક્ષ તૈયારી કરી રહ્યા છે જે AAP/BTP સંગઠિત પક્ષ છે જેને હલકામાં લેવાની ભૂલ કદાચ ભારે પડી શકે છે.











