ચીખલી: ગુજરાતના શિક્ષણમાં જરૂરી શિક્ષકોની ભરતીને લઈને વખતે-વખતે મુદ્દો ચર્ચાતો રહે છે પણ શિક્ષકોની ભરતી પૂરતા પ્રમાણમાં હજુ સુધી થઇ નથી. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે ચીખલી તાલુકાના 7 ગામોમાં 1થી 5 ધોરણ વચ્ચે કાયમી એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે.

સંદેશના અહેવાલ મુજબ વર્તમાન સમયમાં ચીખલી તાલુકામાં 7 સ્કૂલો 1થી5 ધોરણ કે જેમાં ફક્ત એક જ કાયમી શિક્ષક ફરજ બજાવે છે અને ત્યારે 1 થી5. ધોરણના વિદ્યાર્થીઓને ભણાવે છે એક શિક્ષક. કયા ધોરણને કેટલો ન્યાય ન આપી શકતા હશે. તે તો શિક્ષક અને ભગવાન જાણે ? જેમાં વહીવટી કામગીરી ઓનલાઇન હાજરી સહિત અનેક જવાબદારીઓ હોય છે.

ચીખલી તાલુકામાં 1 શિક્ષકોવાળી 7 શાળાઓની વાત કરીએ તો.. મહાકાળપાડા, આમધારા શામર ફળિયા, પીપલગભાણ નાયકીવાડ, સાદડવેલ દાદરા ફળિયા, મજીગામ ડેરા ફળિયા, બમણવેલ પટેલ ફળિયા, ફાડવેલ દાદરી ફળિયા. મજીગામ ડેરા ફળિયમાં પ્રાથમિક શાળામાં 17 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એક જ શિક્ષક ફરજ બજાવતા સાથે 1 પ્રવાસી શિક્ષક હાલમાં સગવડ કરવામાં આવી છે.

તાલુકામાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત અને સરકારી સ્કૂલોના શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃતિમાં  કામગીરીના કારણે બાળકોનું ધ્યાન ન રખાય તો પ્રાથમિક શિક્ષણનો પાયો મજબુત ન બની શકતા બાળક નબળા ભવિષ્યનો ડર સતાવતો છે. માટે અમારે ના છુટકે ખાનગી સ્કૂલમાં બાળકોને મુકવા પડે છે- વિદ્યાર્થીના વાલી.