ખેરગામ: આપણે ફિલ્મોમાં સાંભળતા આવ્યા છે કે કાનુન કે હાથ બહુત લંબે હોતે હૈ પર ખેરગામ તાલુકામાંથી કાનૂનના હાથ ટુકા હોય એવી ઘટના સામે આવી છે એમ લોકોનું કહેવું છે વાત એમ છે કે ખેરગામ તાલુકા આછવણી પટેલ ફળીયામાં રહેતો પ્રિયંક પટેલ દારૂના કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી આ બુટલેગરને પોલીસ પકડી શકી નથી.

Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસ દ્વારા ગત સમય માં એક દારૂ ભરેલી ગાડી પકડવામાં આવી હતી જેમાં ખેરગામ તાલુકાના આછવણી ગામનાં પટેલ ફળીયામાં રહેતો પ્રિયાંક પટેલ મોટા જથ્થામાં દારૂ મંગાવવાનાં ગુનામાં નામ ખુલ્યું હતું અને આ બાબતે તપાસ કરતા જીપીસીબીના સરીગામમાં જુના અને ડ્રાઇવરની પોસ્ટ પર કામ કરતા પ્રવીણભાઈ ચુનીલાલ પટેલ એમનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ વોન્ટેડ આરોપી પ્રિયાંક પટેલને જાણે વલસાડ રૂરલ પોલીસનાં છુપા આશીર્વાદ હોઈ તેમ ગામમાં બિન્દાસ પણે ફરતો જોવામાં મળી રહ્યો છે.

આ બાબતની સંપૂર્ણ માહિતી એક જાગૃત નાગરિક દ્વારા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનાં તપાસ કર્તા કર્મચારીને આપવાં છતાં પણ પોલીસ તંત્ર દ્વારા પકડવાની વાત તો દૂર પણ એમનાં પેટનું પાણી શુદ્ધા નથી હાલી રહ્યું આ બાબત ઘણી બધી શંકા પ્રેરે એવી બાજુ ઇશારો કરી જાય છે. જેમ કે વલસાડથી ખેરગામ નજીકના અંતરે હોવા છતાં અને સંપૂર્ણ માહિતી વલસાડ રૂરલ પોલીસ તંત્ર પાસે હોવા છતાં પણ બુટલેગર પ્રિયંક પટેલ પોલીસના શંકજા થી કેમ દૂર છે ? કેમ માહિતી હોવા છતાં નથી પકડી રહી પોલીસ? એવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. શુ સરકારી ખાતાના કર્મચારીના પુત્ર હોવાથી કોઈ કાવા દાવા રમીને જામીનનાં મળે ત્યાં સુધી સહકાર તો નથી અપાઈ રહ્યોને એવી લોકમુખે ચર્ચાએ જોર પકડીયું છે.

જો વલસાડ રૂરલ પોલીસનાં કર્મચારી સક્રિય બની બીડું ઝડપે તો આ બુટલેગર ને જેલના સળિયા ગણતા વાર લાગે તેમ નથી. હવે અમારા આ એહવાલ વાંચીયા બાદ વલસાડ રૂરલ પોલીસ શું એક્સન લેશે છે એ જોવાનું રહ્યું.

BY અંકેશ યાદવ