તાપી: EAEM/AKSM અધ્યક્ષ રોમેલ સુતરિયા દ્વારા પ્રધાન નરેન્દ્ર મોદીજી ને જાહેર અપીલ કરવામાં આવી છે કે” આપે તો PM બની આદિવાસીઓ માટે જોએલુ તમારુ સ્વપ્ન પુરુ કર્યુ માનનીય શ્રી આપ અમારુ સ્વપ્ન પુરુ કરો હમણા PM બનાય તેમ નથી ” માનનીય શ્રી અમારુ સ્વપ્ન છે ચિટફંડ અને પોન્ઝી કૌભાંડના દરેક પિડિત આદિવાસી તેમજ અન્ય તમામ પરિવારોને તેમની બચતના નાણા પરત મળે અને તેના માટે આપની ઉંમરે પહુચી હું રોમેલ સુતરિયા PM બનું તેની રાહ જોવાઈ તેમ નથી

માનનીય પ્રધાન મંત્રી શ્રી જે આપનુ કાર્યક્ષેત્ર હતુ તેવા ઉમરગામ થી અંબાજી ના આદિવાસી પરિવારો ને ઓસ્કાર , જય વિનાયક, PACL, માતૃભુમી, વિશ્વામિત્રી, કલકમ, સનસાઈન, મૈત્રેય, સમ્રુદ્ધજીવન, ટ્વિંકલ, સિટ્રસ (મિરાહ ગ્રુપ) જેવી લખીએ તો પુસ્તક લખાય જાય તેટલી અસંખ્ય પોન્ઝી/ચિટફંડ કંપનીઓએ આદિવાસી વિસ્તાર તેમજ જે રાજ્ય ના આપ સાહેબ પનોતા પુત્ર તરીકે ઓળખાવ છો ત્યાના અસંખ્ય પરિવારજનો નો ચિટફંડ અને પોન્ઝી કૌભાંડમાં ભોગ બનાવવામાં આવ્યા છે તેમના માટે તત્કાલ મારી દ્રષ્ટિએ માત્ર અને માત્ર બે જ નક્કર પગલા ભરવાની અને તેની માટે રાજ્ય સરકારની રાજકીય ઈચ્છા શક્તિથી પ્રબળ આવશ્યક્તાની જ જરુર છે (૧) SIT ની નિમણૂક અને (૨) કોરપસ ફંડ ની જાહેરાત થી દરેક પિડિત પરિવારને ન્યાય સ્વરુપ ગુમાવેલ બચત પરત આપવી.

વર્તમાનમાં ઇલેક્ટ્રોલ પોલિટીકસમાં આવવાની ઈચ્છા નથી કે PM બની શકુ તેમ પણ ના હોય આપ સાહેબ જ આ સ્વપ્ન પુરુ કરો તો બહુ સારુ બાકી કૌભાંડ સંદર્ભે ચુપ્પી ગુજરાતના વિરોધપક્ષની જેમ કોઈ પણ પક્ષને ભરકી શકે છે તે વાત નક્કી છે.

બની શકે આ પોન્ઝી / ચિટફંડ કૌભાંડના પિડિત સાઈલાન્ટ વોટર વિશે આપને રાજકીય સલાહકારો કે પંડિતો આંખ આડા કાન કરી આપનું ધ્યાન દોરતા નહી હોય માટે આપ શ્રી ના ધ્યાને આવે માટે જાહેર અપીલ કરી રહ્યો છું.

રોમેલ સુતરિયા
(રાજકીય યુવા કર્મશીલ)
(અધ્યક્ષ : EAEM/AKSM)

(Decision News માં પ્રકાશિત થયેલા અહેવાલમાં લેખકે પોતાના વિચારો પ્રગટ કર્યા છે જેની નોંધ લેવી)