નર્મદા: જાયન્ટસ ગૃપ ઓફ વલસાડ દ્વારા નર્મદા જિલ્લાના સરદાર સરોવરની વચ્ચે ટાપુ પર આવેલી જીવનશાળા માણીવેલીના બાળકોને ભવિષ્ય ઘડતરમાં ઉપયોગી બને એવા શુભ ઉદ્દેશ સાથે શિક્ષણ તથા રોજિંદી જરૂરી થોડી ચીજવસ્તુઓ બાળકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો..

જીવનશાળા માણીવેલીમાં અભ્યાસ કરતા 1થી 4 ધોરણોમાં ભણતાં 130 જેટલા નાના ભૂલકાઓને શિક્ષણ તથા રોજિંદી જરૂરી થોડી ચીજવસ્તુઓ જેમ કે  દફતર, કંપાસ, પેન્સિલ, ચટાઈ, રોલર બોર્ડ, નોટબુક , થાળી, વાટકી, ગ્લાસ વગેરે વસ્તુઓ આપવામાં આવી હતી આ પ્રસંગે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબાના સંસ્થાપક શ્રી નીલમભાઈ પટેલ, અજય પટેલ, રાજ, હિરેન તથા ડૉ.અવિનાશ પટેલ ,ચિરાગ તડવી, જાયન્ટસના પ્રમુખશ્રી પ્રા. ડૉ. આશા ગોહિલ, શ્રી હાર્દિક પટેલ તથા સમગ્ર ગ્રુપના સહકારથી ખૂબ જ જરૂરિયાતમંદ એવાં વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ સફળ બન્યો હતો.

જીવનશાળા માણીવેલીની મુલાકાત દરમિયાન ખુબ જ ઓછી માળખાકીય સુવિધાના અભાવની વચ્ચે આ સંસ્થાના આચાર્યશ્રી વીરસિંઘભાઈ તથા સમગ્ર શાળા પરિવાર ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા હોવાની અનુભૂતિ થઈ અને આ પડકારો સામે પણ એમનો જીવનશાળાની ટીમનો જે બાળકોના ભવિષ્યના ઘડતર કરવાનો જુસ્સો અને સંઘર્ષને અમારી આખી ટીમે સલામ કર્યા.