આહવા: આજરોજ ગીરધોધ ગીરમાલ (શિંગાણા) જતાં ગીરમાળ ગામમાં દર વર્ષે પ્રવાસીઓની ભીડ રહે છે, સરકાર પ્રવાસીઓની સુખ સગવડ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જ્યારે સ્થાનિક આદિવાસીઓ માટેની પાયાની જરૂરિયાત એવી પીવા માટેના પાણી અને રસ્તા માટે વલખાં મારવાં પડે છે.
લોકો Decision News સાથે વાત કરતાં જણાવે છે કે સરકારને આદિવાસીઓને સગવડ આપવામાં રસ નથી પણ પ્રવાસનનાં નામે કરોડો રૂપિયા વેડફવામાં જ રસ છે, ગિરમાલ ગામમાં આજે પણ પીવાનાં પાણીની અછત છે લોકો એ પાણી માટે વલખા મારવા પડે છે, જ્યારે ટૂરિસ્ટો.માટે SOU થી સાપુતારા કોરિડોર માટે હજારો કરોડ ફાળવવામાં આવ્યા છે જેનો સ્થાનિક આદિવાસીઓને કોઈ જરૂર નથી.
આ ઉપરાંત લોકો કહે છે કે ગીરામાલ પાસેના બુરથડી ગામમાં જવા માટેનો રસ્તો રસ્તોજ નથી માત્ર કપચી અને માટી છે જ્યાં પાકા રસ્તાની જરૂર છે ,વિકાસના બણગા ફુક્તી સરકારની પોલ ખુલ્લી પડે છે

