ધરમપુર: હાલમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં લોકોને વિરોધનો શુર જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ ધરમપુર તાલુકા ખાતે પાર તાપી રિવર લીંક યોજનાના વિરુદ્ધમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણાં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Decision Newsને મળેલી વિગતો અનુસાર આગામી દિવસોમાં કઈ રીતે આ હક અને અધિકારની લડાઈને મજબૂત કરી શકાય અને સમાજની હક અને અધિકારની લડાઈ કોઈ પણ લડાઈમાં એક જૂથ થઈને સાથે લડીશું અને ચટણી અને રોટલી ખાઈને આંદોલનમાં ભાગ લેતો આપણા આદીવાસી સમાજને ક્યારે પણ હારવા ન દેશું ની વાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય પ્રમુખશ્રી પ્રદીપ ગરાસિયા, વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલ, ધરમપુર આદીવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ, ડેમની તમામ સમિતીઓના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ અને આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

