કપરાડા: આપણા નેતાઓ હંમેશા વિકાસની વાતો કરતા થાકતાં નથી એવા સમયમાં વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકામાં મોટાભાગના એવા ક્ષેત્રો છે જ્યાં વિકાસની વાતો વામણી લાગે છે એમાં માળખાકીય તો તો લોકો માટે નથી જ પણ ભારતના ભવિષ્ય સમાન સ્થાનિક આદિવાસી બાળકોના શિક્ષણ માટેનું સુવિધા પણ નહીંવત જોવા મળે છે જેના દ્રશ્યો કપરાડાના કોઠાર મુખ્ય પ્રાથમિક શાળામાં કુલ 7 રૂમ અંત્યન્ત ખંડેર અને જર્જરિત હાલતમાં બહાર આવ્યા છે.
Decision Newsને મેળવેલી માહિતી મુજબ કોઠાર મુખ્ય પ્રાથમિક શાળામાં કુલ 7 રૂમ અંત્યન્ત ખંડેર અને જર્જરિત ઓરડાઓ તોડી નવા બનાવવાની મંજુરી મળી ગઈ છે પણ એક પણ રૂપિયો ફાળવાયો નથી તંત્રની આવી ઘોર બેદરકારી કોઈ દિ’ 155 બાળકોનો જીવ જોખમમાં મૂકી દેશે એ નક્કી છે આ ઓરડાઓ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વલસાડથી લઈને ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી કરવામાં આવી ચુકી છે પણ નવા ઓરડા માટેની ગ્રાન્ટ ફાળવાઇ નથી
2015 થી સ્કૂલના સ્ટાફે તંત્રને વારંવાર રજુઆત કરી રહ્યા છે પણ વલસાડના શિક્ષણતંત્ર આંખ કાન આડા કરીને બેઠું છે. ગુજરાતમાં આપણે ભલે સમાનતાની વાતો કરતાં હોઈએ પણ વાતોમાં તથ્ય નથી કેમ કે આ સ્થિતિ આદિવાસી વિસ્તારમાં નહિ પણ કોઈ કેહાવતા સભ્ય સમાજના વિસ્તારની હોત તો આલીશાન શાળાનું મકાન બની ગયું હોય આટલા 8 વર્ષના વાણાં ન વહી ગયા હોત… બની જતે. પરંતુ ગરીબ મા બાપના બાળકો માટે કોણ બેલી તેવું સ્થાનિક આદિવાસીઓ જમાવી રહ્યા છે.

