બોડેલી: સરપંચની ગ્રામવિકાસની ભાવના અને સરપંચનો પાવર બતાવતી એક ઘટના છોટાઉદેપુરના બોડેલીના રાજખેરવા ગામમાંથી બહાર આવી છે. ગામના સરપંચે ‘નલ સે જલ’ યોજનામાં કોન્ટ્રાક્ટર કૌભાંડ કરે તે પહેલાં જ તેના કાળી કરતુત ગ્રામજનો સામે મૂકી કોન્ટ્રાક્ટરની પેમેન્ટ પણ અટકાવી દીધુ હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ રાજખેરવા ગામના સરપંચે ગામમાં ‘નલ સે જલ’ યોજનાના અમલીકરણ માટે સરકારે 17 લાખનું ટેન્ડર બહાર પાડ્યું હતું. કોન્ટ્રાક્ટરે આ કામ 7.14 લાખમાં રાખી કામની શરૂઆત કરી અને વાસમો દ્વારા ગામને પાણી પહોંચાડવા ગામની સીમમાં બોર બનાવી ગામ સુધી પાણી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટરે પાઈપ ન નાખી કામ પૂર્ણ કરી દીધુ.સરપંચે સ્થળ તપાસ કરતા ખબર પડી કે રાજખેરવા ગામે બોર બનાવવાની જગ્યાએ ગામથી ગામથી 1 કિલોમીટર દૂર બોર બનાવવામાં આવ્યો પરંતુ, તેમાં પાઇપલાઈન નાખવામાં નથી આવી તો બોરમાં પણ મોટર નાંખવામાં નથી તો વીજ કનેક્શન પણ નથી મેળવવામાં આવ્યું. એક વર્ષથી કામ અધૂરું હોવા છતાં ભ્રષ્ટાચાર આચરી પાણીનું બિલ બનાવી દેતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે આમ આ વાત ધ્યાનમાં આવતાં સરપંચે તાત્કાલિક કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ અટકાવી દીધું હતું.
હાલમાં સરપંચ દ્વારા આ કોન્ટ્રાક્ટરને ખુલ્લો પાડી તેનું પેમેન્ટ અટકાવી દઈ તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની પણ માગણી પણ સ્થાનિક તંત્ર પાસે કરી છે. ઉલ્લેખનીય છે કે પાણી પુરવઠા વિભાગ દ્વારા 17 લાખના ખર્ચે એજન્સીને આ ટેન્ડર આપ્યું હતું. જેનું 7 લાખનું બિલ પાણી સમિતિ પાસે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ મોકલતા આ ઘટના સામે આવી હતી.