વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામમાં હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજીના મંદિરમાં હવન કથા કરી ગ્રામજનોની સુખ શાંતિ અને ગામમાં આવતા વિઘ્નો દુર થાય તેવ શુભ ઉદ્દેશ સાથે આજે હવન કરવામાં આવ્યું હતું
એવું માનવામાં આવે છે કે ચૈત્ર મહિનાની પૂનમે દર વર્ષે હનુમાન જયંતી મનાવવામાં આવે છે. આ વખતે તે તારીખ 16 એપ્રિલ છે. આ દિવસે અંજનીના કોખથી રામભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો. આ વખતે હનુમાન જયંતી શનિવારે પણ છે, આ કારણથી આ દિવસને વધારે ખાસ માનવામાં આવી રહ્યો છે. મંગળવાર અને શનિવારે જ્યારે હનુમાન જયંતી હોય છે ત્યારે તેનું મહત્વ વધારે હોય છે.
આજના દુબળ ફળિયા ગામના ધાર્મિક પ્રસંગે ગામના સરપંચશ્રી મહેન્દ્ર પટેલ અને ગામના યુવક-યુવતી અને બાળકો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.