વાંસદા: ચારણવાડા ગામે ફાળવેલી જંગલ ખાતાની જમીનમાં જેસીબીથી ખોદકામ કરાતા વન અધિકાર ધારા હેઠળ મળેલી જમીનમાં લેવલિંગ કરવાનો ગુનો નોંધાતા વન વિભાગે જંગલ જમીનનું ખોદકામ કરતી જેસીબીનો કબજે લીધાની ઘટના પ્રકાશમાં આવી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના ચારણવાડા ગામમાં રહેતા જશુભાઈ લાહનભાઈ હુડકીને વન અધિકાર ધારા-2006 હેઠળ જંગલની જમીન સરવે નંબર 309/1 ફાળવવામાં આવી જે જમીનમાં જેસીબી મશીનથી ખોદકામ કરતા હોવાની બાતમી વાંસદા પૂર્વ વન વિભાગના આરએફઓ ચેતનભાઈ પટેલ મળી અને તેમણે બાતમીના આધારે સ્થળ પર તપાસ કરી જેસીબી (નં. જીજે-21-ક્યુક્યુ-1474)થી વન અધિકાર ધારા હેઠળ મળેલી જમીનમાં લેવલિંગ કરવાનો ગુનો કરતાં જણાતા તેમણે ભારતીય વન અધિનિયમ 1927ની કલમ મુજબ વનખાતા દ્વારા ગુનો નોંધી જેસીબી મશીન કબજે કરી મીઢાબારી વનખાતાના ડેપોમાં જમા કરવામાં આવ્યું છે
હાલમાં જશુભાઈ લાહનભાઈ હુડકી વિરુદ્ધ વન અધિકાર ધારા હેઠળ મળેલી જમીનમાં લેવલિંગ કરવાનો ગુના નોંધી આગળની તપાસ પૂર્વ રેંજના આરએફઓએ હાથ દ્વારા કરવામાં આવી રહી છે.

