પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ધરમપુર: ગતરોજ રાત્રીએ નાની ઢોલડુંગરી, ડુંગરી પર તા. ધરમપુરમાં બામસેફ તથા ભારતીય મૂળનિવાસી સંઘ અને ભારતીય મૂલનિવાસી સાંસ્કૃતિક મંચ દ્વારા આયોજિત સામાજિક ક્રાંતિના પ્રણેતા રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિબા ફુલેની ૧૯૫મી અને ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં આદિવાસી વિસ્તારમાં ડેમો જેવી અનેક પ્રકારની સમસ્યાઓથી વિસ્થાપીત થવાના સીલસીલો ચાલુ કેમ ? પછાતવર્ગ ( ઓબીસી )ને બંધારણે આપેલા અધિકારો હોવા છતાં અમલ કેમ થતો નથી ?લઘુમતીઓને બંધારણમાં આપેલા અધિકારો હોવા છતાં ગંભીર સમસ્યા કેમ ? ભારતની મહિલાઓને બંધારણે આપેલા મૌલિક અધિકારો હોવા છતાં તેમના પર થતા અત્યાચારો પર થાય છે ? જેવા વર્તમાન સમયના ઉપસ્થિત મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે સભાને ગમનભાઇ વાવુટ ( વલસાડ જિલ્લા પ્રમુખ બામસેફ ), દિશંત ભંડારી ( વલસાડ જિલ્લા પ્રમુખ- BMS ) R U PATEL ( CEC મેમ્બર બામસેફ ), રાકેશભાઇ ગરાસિયા ( રા. સચિવ બામસેફ), હંસાબેન આર પટેલ ( રા. મહિલા કાર્યકર ), દિલજીત સિંહ ( બામસેફ સિનિયર કાર્યકર-હિમાચલ પ્રદેશ ), દલપતભાઇ પટેલ ( સામાજિક કાર્યકર નાધઇ), જગદીશભાઇ જાધવ ( વરિષ્ઠ સામાજિક કાર્યકર-નવસારી ), હિરેન પટેલ ( સામાજિક કાર્યકર- પીઠા ), રુતવિક દેસાઇ ( યુવા કાર્યકર ), વિજયભાઇ પટેલ ( બામસેફ સામાજિક કાર્યકર- વલસાડ ), લલિતાબેન ( મહિલા કાર્યકર- સિલવાસા ), કલ્પેશ પટેલ( ધરમપુર તાલુકા પંચાયત આદીવાસી અપક્ષ સદસ્ય ) જેવા વક્તાઓએ સંબોધન કર્યું હતું આ કાર્યક્રમનું આયોજન શંકરભાઇ દેસાઇ તથા નાની ઢોલડુંગરી યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.