નવીન: શું તમે જાણો છો જો તમે વોટ્સએપ પર મેસેજ મોકલતી વખતે બેદરકારી દાખવો તો તમે જેલભેગા પણ થઇ શકો છો. તમને સવાલ થઇ રહ્યો છે કે આખરે વોટ્સએપ કેવીરીતે જેલ પહોંચાડી શકે છે તો તમને ખબર હોવી જોઈએ કે આ એક ચેટિંગ પ્લેટફોર્મ છે, જ્યાં તમે સરળતાથી તમારા કોન્ટેક્ટ્સને કનેક્ટ કરી શકો છો. ઘણી વખત તમે એવા ગ્રુપ્સ સાથે જોડાઈ શકો છો જ્યાં કદાચ અમુક લોકો તમને જાણતા હશે અને તેમાંથી મોટાભાગના લોકો અજાણ રહે છે. એવામાં કશુ પણ કહેવુ અને મેસેજ કરવા અથવા પછી કોઈ મીડિયા ફાઈલ મોકલતા પહેલા તમારે ખૂબ ધ્યાન રાખવુ પડે છે. કારણકે જો તમે ધ્યાન નહીં રાખો તો તમારે પોલીસ અને કોર્ટ-કચેરીના ચક્કર કાપવા પડશે.
VTVના અહેવાલ અનુસાર ખરેખર જો તમે કોઈ ગ્રુપ સાથે જોડાયેલા છો સ્વાભાવિક છે કે આ ગ્રુપમાં અલગ-અલગ વિચારધારા અને ધર્મ સંપ્રદાયના લોકો હશે. એવામાં ઘણી વખત તમારા કોઈ મેસેજ અથવા કોઈ મીડિયા ફાઈલ્સથી કોઈ પણ મેમ્બરની ભાવના સાથે છેડછાડ થઇ શકે છે. ધારો કે તમે કોઈ જાતિવિષયક અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ ગ્રુપમાં કર્યો છે તો સામાન્ય વાત છે કે જેને લઇને કોઈ પણ શખ્સને ખોટું લાગી શકે છે અને તે શખ્સ જો આ વાતની ફરીયાદ પોલીસના આઈટી સેલમાં કરી દેશે તો મેસેજ મોકલનાર અને ગ્રુપ એડમિનને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી શકે છે. આ આખી પ્રક્રિયામાં તમારી સંડોવણી બહાર આવશે તો તમારે જેલ જવાની નોબત આવી શકે છે.

            
		








