ધરમપુર: આજરોજ દેશના બંધારણના રચયિતા બાબા સાહેબની 131 મી જન્મજયંતિ નિમિતે ધરમપુર સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ધરમપુર તાલુકામાં આવેલ વાવ બિરસામુંડા સર્કલ થી બાબા સાહેબ સર્કલ સુધી રેલીનું આયોજન કર્યું હતું.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ બાબા સાહેબની નીકળેલ રેલીનું ધરમપુર મુસ્લિમ સમાજ દ્વારા મિનરા મસ્જિદ પાસે બાબા સાહેબની રેલી પસાર થતી વખતે આદીવાસી સમાજને પુષ્પ આપી રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ પાલિકાની સામે ડો. બાબા સાહેબની પ્રતિમાને આદિવાસી સમાજ સાથે ભેગા મળી ફૂલ હાર કરી આદર ભાવ વ્યક્ત કર્યો હતો
આજનો દિવસ એક એવા સૂરજના નામે કે જેના લીધે આપણા જીવનમાં અજવાળું પથરાયુ..ગુલામીની ઝંઝીરોમાંથી સમાજને મુક્ત કર્યો ભારતીય સંવિધાન નિર્માતા, શિલ્પકાર, ભારત રત્ન, વિશ્વવિભૂતિ, કરોડોના શોષીતો, પીડીતો અને મહિલા ઓના તારણહાર, પ્રથમ કાનુન મંત્રી મહામાનવ ડૉ.બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ રેલીમાં જોડાયા હતા.

