ધરમપુર: પાર તાપી-લિંક પ્રોજેક્ટને લઈને ગતરોજ ધરમપુર તાલુકાના ભવાડા ગામના ચીકાડી ફળીયામાં એક બાળ બિરસામુંડાના હસ્તે ક્રાંતિકારી બિરસામુંડાની છબી આગળ દીપ પ્રાગટ્ય કરાવીને મિટિંગનો આરંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પાર તાપી લિંક યોજના જો અમલીકરણ થાય તો આદિવાસી વિસ્તારોમાં કેવા સંજોગો ઉભા થશે અને આપણે આ પ્રોજેક્ટને અટકાવવા લડાઈ કેમ લડવી જરૂરી છે આ બધા જ મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી અને કાર્યક્રમના આયોજન કર્તા ધીરુભાઈ અને એમની સમગ્ર ટીમને ધરમપુરના આદિવાસી આગેવાન નિલેશભાઈ તરફથી બાબા સાહેબ રચિત સંવિધાનની એક કોપી આપવામાં આવી હતી. સાથે 14- 2022 ના રોજ માંડવી ખાતે પાર તાપી રિવર લીંક યોજનાના વિરુદ્ધમાં મહારેલી જોડાવવા આહવાહન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંઘર્ષ સમિતિ ના પ્રમુખશ્રી બારકું ભાઈ,ડેમ સમિતિના મંત્રીશ્રી અર્જુનભાઈ પઢેર,ભવાડા સરપંચશ્રી શંકરભાઇ, નડગધરી સરપંચશ્રી દિનેશભાઇ, બોપી સરપંચશ્રી બાલુભાઈ,નિલેશ પટેલ ધરમપુર,વિજયભાઈ રૂમલા, ભવાડા માજી સરપંચશ્રી રમેશભાઈ, બોપી માજી સરપંચશ્રી નવસુભાઈ, અને ગામના યુવાનો માતાઓ બહેનો વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા











