વલસાડ: આવતીકાલે 10:00 કલાકે ફલધરા વાંકલ કચીગામ વેલવાચ સિંચાઈ કોસમકુવા તેમજ કાકડમટી ગામના વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ અન્ય પરીક્ષાલક્ષી તૈયારીઓ માટે ગ્રામ પંચાયત હોલ ખાતે લાઇબ્રેરીનો ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવે છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ફલધરા વાંકલ કચીગામ વેલવાચ સિંચાઈ કોસમકુવા તેમજ કાકડમટી ગામના વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ અન્ય પરીક્ષાલક્ષી તૈયારીઓ માટે ફલધરા અલગ-અલગ ગ્રામજનો દ્વારા એક સરસ મજાની લાયબ્રેરી ઉદ્ઘાટન રાખવામાં આવેલ છે. ઉપરોક્ત કાર્યક્રમની અંદર સાઈનાથ હોસ્પિટલના ડોક્ટર શ્રી હેમંતભાઇ પટેલ તેમજ ભાજપ મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરીની ઉપસ્થિતિ રહેશે
આ પ્રસંગે આસપાસના ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવે છે તે ઉપરોક્ત લાઇબ્રેરીથી આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજના વિદ્યાર્થીઓને આવનાર સમયની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો મળી રહેશે અને એક યુવા પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય બનશે એવી આશા છે.











