નવસારી: ગતરોજ બીલીમોરા કન્યા શાળા પ્રાથમિક સ્કુલના આચાર્ય દ્વારા બાળકોના વાલીઓ પાસેથી શાળામાં આધારકાર્ડ અપડેટ કરવા માટે 100 રૂપિયા વસુલવામાં આવ્યાની ઘટના સામે આવી હતી જેને લઈને Decision Newsએ જવાબદાર તંત્રનું ધ્યાન દોર્યું હતું.

Decision Newsના પ્રકાશિત થયેલા અહેવાલ પર ધ્યાન આપી સ્થાનિક તંત્ર દ્વારા આ મામલામાં ત્વરિત પગલાં લેવામાં આવ્યા અને હાલમાં મળેલી માહિતી મુજબ પ્રાથમિક કન્યા શાળામાં સવારે બાળકોના વાલીઓને બોલાવી આધારકાર્ડ અપડેટ કરવા માટે જે 100 રૂપિયા લેવામાં આવ્યા હતા તે પરત આપી દેવામાં આવ્યા છે.

સ્થાનિક તંત્ર દ્વારા આ ઝડપથી ભ્રષ્ટાચારને નાથવા લોવાયેલા પગલાં અભિનંદનને પાત્ર છે. અને આ પ્રકારના સ્કુલમાં  બનાવ બીજી વખત ન થાય તેની સાવચેતી રાખે એવી લોકોની સ્કુલ પ્રશાસન પાસે અપેક્ષા છે. આ આવનારા સમયમાં પણ Decision News સમાજ પ્રત્યેની પોતાની સામાજિક જવાબદારી નિભાવતું રેહશે.