આહવા: ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં શાળાઓને મર્જ કરી અમુક શાળાઓને ખાનગીકરણમાં પણ ફેરવવામાં આવી રહી છે ત્યારે આજરોજ સરકાર દ્વારા ચીખલી ગામની સરકારી માધ્યમિકનું ખાનગી કરણ કર્યાના કારણે સ્થાનિક આદિવાસી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેને લઈને આજે ગામના લોકોએ શાળાને તાળાબંધી કર્યાની વાત સામે આવી છે.
આહવાના યુવાનેતા સંતોષ ભુસારા જણાવે છે કે સરકાર દ્વારા જે ચીખલી ગામની માધ્યમિક શાળાનું આ જે ખાનગીકરણ કરવામાં આવ્યું છે એ અમે કોઈ દિવસ ચલાવી લઈશું નહીં અને જો આ શાળાને ફરીથી સરકારી બનાવવાની અમારી માંગ સ્વીકારમાં નહીં તો અમે ગ્રામજનો જોડે ઉપવાસ પર ઉતરશું એ જવાબદાર તંત્ર જાણી લે અને અમારું કોઈપણ પ્રકારનું નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રેહશે.
ચીખલી સરકારી માધ્યમિક શાળાના તાળાબંધી પ્રસંગે ચીખલી ગામના આગેવાન દેવજુભાઇ, મોહનભાઇપાગી અને બાલક્રિષ્નાભાઇની સાથે ગ્રામજનો હાજર રહ્યા હતા.











