બીલીમોરા: આજરોજ બીલીમોરા કન્યા શાળા પ્રાથમિક સ્કુલના આચાર્ય દ્વારા બાળકોના વાલીઓ સાથે ગેરવર્તણુંક અને શાળામાં આધારકાર્ડ અપડેટ કરવા આવેલ બાળકોના વાલીઓ પાસેથી 100 રૂપિયા વસુલવામાં  કરાયાની ઘટના સામે આવી છે.

Decision News સાથે વાત કરતાં સામાજિક કાર્યકર અશોક રમાકાંત પાંડે જણાવે છે કે આજરોજ કન્યા શાળા સ્કૂલમાં બાળકો પાસેથી આધારકાર્ડ અપડેટ ફરવાના 100 રૂપિયા વસુલવામાં આવ્યા હતા જેની પુષ્ટિ બાળકોના વાલીઓ વિડીયોમાં કરતા તમે જોઈ શકો છો આ વિષે બાળકોના વાલીઓ ફરિયાદ લઈને આચાર્ય પાસે પોહ્ચતા તેઓ ઓફિસને તાળું લાગવી નીકળી ગયા હતા અને વાલીઓને જણાવ્યું હતું કે લાઈટ ગઈ છે અને પાછળથી GEBમાં તપાસ કરતાં માલુમ પડ્યું કે કે લાઈટ ગઈ જ નથી. આમ સ્કુલના આચાર્ય વાલીઓના મોં ખોટું બોલીને પોતાની મનમરજી ચલાવી રહ્યા છે એમ કહેવામાં કશું જ ખોટું નથી.

કન્યા શાળા સ્કૂલમાં આધારકાર્ડ બનાવવા માટે વસુલવામાં આવતી ફ્રી વિષે તંત્ર શું અજાણ છે કે અજાણ હોવાનું નાટક કરી રહ્યું છે હવે આવનારા સમયમાં એ જોવું રહ્યું કે શાળાના આચાર્ચ દ્વારા જે પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે તેના અને ફ્રી બાબતે સ્થાનિક તંત્ર શું નિર્ણય લે છે અને જો વહેલી તકે જો કોઈ આચાર્ય સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો વાલીઓનું કહેવું છે કે અમે અમારો નિર્ણય લેશું ની ચીમકી ઉચ્ચારી છે.

નોંધ: આ વિડીયો પ્રાયમરી સ્કૂલનો છે અને વિડીયોમાં માધ્યમિક શાળાનો ઉલ્લેખ થયો છે જે ભૂલ ભરેલું છે. અમારી ભૂલને દરગુજર કરશોજી.