ભાવનગર: થોડા દિવસ વહેલા જ ગુજરાતમાં શિક્ષણ ન ગમતું હોય તો ગુજરાત છોડી જવાનું નિવેદન આપનારા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જિતુભાઈના ભાવનગરના મત વિસ્તારની આજરોજ દિલ્લીના શિક્ષણમંત્રી શ્રી મનિષ સિસોદિયાએ સરકારી શાળાની મુલાકાત લીધી.
મીડિયા રીપોર્ટ અનુસાર શ્રી મનિષ સિસોદિયાએ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તાર ભાવનગર મહાનગરપાલિકાના સિદસર વિસ્તારની સરકારી શાળાની મુલાકાત લીધી. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાંય ગુજરાતના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પોતાના મતવિસ્તારની સરકારી શાળાની હાલત સુધારી શક્યા નથી.
ગુજરાતના શિક્ષણમંત્રીના મતવિસ્તારની શાળાની મુલાકાત લેતા વિકાસના દાવાની પોલ ખુલી ગઈ હતી ખુદ શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં જ સ્કુલોમાં સુવિધાઓ ઉભી કરી શક્યા નથી તેની પુષ્ટી સિસોદિયાની મુલાકાત વખતે સામે આવેલા દ્રશ્યો પરથી જોવા મળી હતી.











