આહવા: વર્તમાન સમયમાં ડાંગ તંત્ર દ્વારા ગ્રામિણ સ્તરે પાકા માર્ગોને લઈને વિકાસ થયાના જ્યારે બંગાણા ફુકવામાં આવે છે ત્યારે આહવાના ભાપખાલ, રાનપાડા, ચીરાપાડા ભૂરાપાની, બોરીગાવડા, મહારાયચોન્ડ જેવા ગામડાઓના રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં છે તેના ચિત્રો સામે આવ્યા છે.
જુઓ વિડીયો…
આ બાબતે Decision News સાથે વાત કરતાં યુવા કોંગ્રેસ નેતા સંતોષ ભુસારા જણાવે છે કે ભાપખાલ, રાનપાડા, ચીરાપાડા, ભૂરાપાની, બોરીગાવડા, મહારાયચોંડ જેવા ગામોમાં રસ્તાનો કોઈ વિકાસ નથી થયો સરકારનું કહેવું છે કે અમે વિકાસ કરી રહ્યા છે પણ એક પણ ગામના રસ્તાનું ઠેકાણું નથી. છેલ્લા વર્ષોમાં ચૂંટણી આવે છે અને ભાજપના નેતાઓ ખાર્તમુહૂર્ત કરવા આવી જાય છે પણ હજુ સુધી કોઈ રસ્તો બન્યો નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે આહવાના આ પાંચ ગામમાંથી આહવા તાલુકા સદસ્ય ભાજપના કમળાબેન વિજેતા થયા હતા આજે પણ તેમણે પોતાના જ મત વિસ્તારમાં વિકાસ કર્યો નથી તો પછી સપૂર્ણ આહવા તાલુકાના વિકાસની આશા એમના પર કેવી રીતે રાખી શકાય. સ્થાનિક આદિવાસી લોકોના બાળકોના શિક્ષણ સાથે ચેંડા કરે છે ક્યારેક આદીવાદીઓને વિસ્થાપિત કરવાની ડેમોની યોજનાઓ બનાવાય છે ત્યારે કહેવાનું મન થાય કે ભાજપના નેતાઓ ડાંગમાં વિકાસ નહી પણ વિનાશ કરી રહ્યા છે.











