ચીખલી: ગુજરાતમાં હાલમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા શિક્ષણ મુદ્દે અપાયેલા નિવેદનને લઈને લ્કોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના પ્રમુખ ડૉ. પ્રદીપ ગરાસિયાએ ગુજરાતના શિક્ષણને લઈને નિવેદન આપતી પોસ્ટ ફેસબુક પર મૂકી છે.

જુઓ વિડીયો…

વાઘાણી સાહેબને ભલે ગુજરાતના શિક્ષણમાં કોઈ ખામી નહિ દેખાતી હોય પણ તેઓ આજે 27 વર્ષથી તેમની સરકાર હોવા છતાં પણ આદિવાસી વિસ્તારોમાં હજુ શિક્ષણ સ્થિતિ બત્તર છે. આદિવાસી બાળકોને શિક્ષણ માટે વલખાં મારવા પડે છે એક વખત ગ્રામિણ શિક્ષણ વ્યવસ્થા જીતુભાઈ વાઘાણીએ જોવી જોઈએ. અને નક્કી કરાવી જોઈએ કે શિક્ષણ માટે ગુજરાત છોડીને જવું જોઈએ કે ગુજરાતમાં શિક્ષણ બેહતર કરવું જોઈએ.