ધરમપુર: આજરોજ મોહનાકાંવચાળી ગામે કાંવચાળી ફળિયામાં ગ્રામ પંચાયત દ્વારા 15માં નાંણાપંચના ગ્રાન્ટમાંથી ટાંકી ફાળવવામા આવી હતી જે કાર્ય પુર્ણ કરી અને આજે ઉદ્ઘાટન પ્રસંગે ગામના સરપંચશ્રી દેવુભાઈ મોકાશીના હસ્તે પાણી ચાલુ કરવામાં આવ્યું.
Decision Newsને મળેલી માહિતી મુજબ મોહનાકાંવચાળી ગામના દેવુ મોકાશીએ હાજર રહેલા ભાઈઓ તથા બહેનોને જણાવ્યું હતું કે આપણી સંપતિને કોઇએ પણ નુકશાન નહિ પહોચાડવુ અને બધાને પાણીની સુવિધા મળી રહે તેની ખાસ કાળજી રાખવી તેમજ આપના હક અને અધિકાર પ્રત્યે સભાન બનવું બાળકોને શિક્ષણ અપાવું જેથી એ આદિવાસી સમાજના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે.
આ ઉદ્ઘાટન પ્રસંગે ડે.સરપંચ ધવળુ કાંકડ, સભ્યશ્રી રમેશ મામેડા, યુવા સાથી મિત્ર ભરત વળવી, ગમન ભડાગી, દેવજી મામેડા તથા તામમ ભાઈઓ,બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગને સફળ બનાવવા અને હાજર રહેલા સૌ લોકોનો મોહનાકાંવચાળી ગામના દેવુ મોકાશી દિલથી આભાર માન્યો હતો











