વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ઘોડમાળ ગામના ઉપલા ફળિયામાં આવેલા શ્રીરામ મંદિરમાં 50 વર્ષોથી ઉજવાતો રામનવમી મહોત્સવ આ વર્ષે પણ ચૈત્ર સુદ નોમને રામનવમી મહાપર્વનું ગ્રામજનો દ્વારા ભવ્યરૂપે આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આજના રામનવમી મહાપર્વ નિમિત્તે ઘોડમાળ ગામના ઉપલા ફળિયામાં આવેલા શ્રીરામ મંદિરમાં ભગવાન શ્રી સત્યનાયણની કથા, શાંતિ હવન તથા ધર્મ ધજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામરસ લોકોમાં વધુ ધ્યાનાકર્ષક હતો

કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યો હતું. ત્યારબાદ સાંજના સમયે પૂજા, આરતી અને ભજન સાથે દર્શનના કાર્યક્રમનું પણ આયોજન છે વર્ષોથી ઉજવાતા આ રામનવમીના પર્વના દિને આ વખતે પણ ખૂબ જ ભક્તિ અને ઉલ્લાસ સાથે ભવ્ય સ્વરૂપે ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા હતા.