ચીખલી: આપણા આદિવાસી વિસ્તારોમાં ગ્રામજનોની એક જ બુમરામણ સંભાળવા મળે છે કે સરપંચો કામ કરતાં નથી ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામના સરપંચ એક પછી એક ગ્રામવિકાસના કામોને અંજામ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે સરપંચ તરીકે ગામમાં ચુંટાઇને આવ્યા અને સૌથી પહેલુ કામ ગામમાં 5 અનુસૂચીનું અમલીકરણ કરી દીધી અને ગામનો પાવર ગ્રામસભાને આપી દીધો ત્યારે બાદ ગામમાં સ્વચ્છતા રહે એ માટે અઠવાડિયામાં એક વાહન કચરો એકઠો કરવા મુક્યું. સમગ્ર ગામના રસ્તાની સાફ-સફાઈ કરાવી અને હવે ગામમાં એક નવા પંચાયત ઘરનું ખાર્તમુહૂર્ત કરી ગ્રામજનોને એક નવી ભેટ આપવા જઈ રહ્યા છે આ ખાર્તમુહૂર્ત પણ તેમણે મૂળ આદિવાસી પરંપરા સાથે પ્રકૃતિ પૂજા સાથે કર્યું છે.

સતત ગ્રામવિકાસની પરી કલ્પના સાર્થક કરવામાં રચ્યા પચ્યા રહેતા આવા સરપંચો ખરેખર ગામના લોકોના સાચા લીડર છે અને અન્ય માટે પ્રેરણારૂપ પણ.. આવનારા સમય હજુ પણ ગામમાં નવા ગ્રામવિકાસના કામો થશે તેની બાહેધરી સરપંચ દ્વારા Decision Newsને અપાઈ છે.