વાંસદા: નવસારી જિલ્લામાં સરપંચો પોત-પોતાના ગામમાં વિકાસના કામો કરવાની શરૂવાત કરી ચૂકયા છે ત્યારે આજરોજ વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામના સરપંચે પણ પોતાના ગામના મોરલી ફળિયામાં નાળાનું ખાર્તમુહુર્ત કર્યું છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના દુબળ ફળિયા ગામના સરપંચે આ પહેલા ગામમાં પીવાના પાણીને લઈને ઘણી જગ્યા ઉપર બોરનું કામ પણ કરાવ્યું છે અને આજે પોતાના ગામના મોરલી ફળિયામાં નાળાનું ખાર્તમુહુર્ત કર્યું છે. આવનારા દિવસોમાં અન્ય વિકાસના કામો પણ ગામમાં થનાર છે એમ સરપંચનું કહેવું છે.
ખાર્તમુહુર્ત પ્રસંગે ગામના સંરપંચ મહેન્દ્ર ભાઈ નગીન પટેલ, સભ્ય,હેતલ ભાઈ ડી.પટેલ, શુકકર ભાઈ મંછુ ભાઈ પટેલ, કમલેશભાઈ, સતિષભાઈ, અમરતભાઈ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં











