વાંસદા તાલુકામાં ૭ એપ્રિલ વિશ્વ અરોગ્ય દિવસે L&T public charitable trust અને CHETNA સંસ્થાના ઉપક્રમે મોળાઆંબા ગામના સમુદાયના સભ્યો સાથે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરી. જેમાં ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્યો, આશાવર્કર, આંગણવાડી કાર્યકરો, ગ્રામજનો હજાર રહ્યા હતા.
આજના વ્યસ્ત જીવનમાં આપણે આપણું સ્વાસ્થ્ય પણ સાચવી નથી રહ્યાં. આપણે પોતે જ સ્વાસ્થ્ય પ્રત્યે એટલાં બેદરકાર બની ગયાં છીએ કે જેથી આપણું શરીર અનેક રોગોનું ઘર બનવા માંડ્યું છે. અરે, સ્વાસ્થ્ય તો આપણી સાચી સંપત્તિ છે. જો આપણે એને સાચવીશું નહીં, એની કાળજી નહીં રાખીએ તો સારી રીતે કામ પણ કેવી રીતે કરી શકીશું? તંદુરસ્ત શરીર માટે ફિટ રહેવું પણ બહુ જરૂરી છે. એટલે જ સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આખા વિશ્વમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આરોગ્યનું મહત્વ વિશે ચેતના સંસ્થાની ટિમે પાણીજન્ય રોગો, કુપોષણ જાગૃતિ, સ્વસ્થ રહેવા માટે પૂરતી ઊંઘ, તણાવથી બચો, નિયમીત કસરત, સમયસર તપાસ વગેરે મુદ્દાઓ ને ધ્યાનમાં રાખી નાટક રજુ કરી સમજવામાં આવ્યું અને કોવિડ-19 ની મહામારીમાં જીવ ગુમાવનારા તબીબી વ્યાવસાયિકો અને અન્ય નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી. તેમજ ( MMU પ્રોજેક્ટ )ફરતું દવાખાનું વિશે માહિતી આપવામાં આવી હતી.
‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન’ દર વર્ષે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ માટે એક થીમ પસંદ કરે છે. આ વખતની એટલે કે 2022ની થીમ છે ‘Our Planet Our Health’ – ‘આપણો ગ્રહ આપણું સ્વાસ્થ્ય.’ તેનો મુખ્ય હેતુ મનુષ્યો અને ગ્રહને સ્વસ્થ રાખવા માટે જાગ્રત કરવાનો છે.











