ડાંગ: આજરોજ ડેમ હટાવો જંગલ બચાવો ડાંગ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા ડાંગના ગૌર્યા અને ચિકટિયા ગામના જાગૃત નાગરિક આગેવાનો દ્વારા ડેમ સામેની લડત માટે અને સંગઠન મજબૂત કરવા આદિવાસી સમાજ એકતા માટે બેઠકનું આયોજન કરેલ છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ સાંજે 6:00 કલાકે ડેમ હટાવો જંગલ બચાવો ડાંગ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા ગૌર્યા અને ચિકટિયા ગામના જાગૃત નાગરિક આગેવાનો દ્વારા ડેમ સામે ની લડત માટે અને સંગઠન મજબૂત કરવા આદિવાસી સમાજ એક થઈ આદિવાસી વિરોધી તાકત સામે લડવા માટે બેઠકનું આયોજન કરેલ છે.
આ બેઠકમાં મુખ્યત્વે યોજનાનું DPR, આવી યોજનાથી થતી સમજીક અને આર્થિક નુકશાન, સંગઠનની તાકાત, આદિવાસી જાગૃતિ અને પેસા કાયદા માટે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે માટે યુવાનો, વડીલો, ભાઈઓ બહેનો હાજર રેહવા અપીલ કરવામાં આવી છે.











