બીલીમોરા: આજરોજ નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે 21 મુસાફરો ભરીને નવસારી સુરત જતી બસમાં અચાનક આગ લાગી જતા બસનો અંદરનો મોટાભાગનો ભાગ બળીને ખાખ થઇ ગયો હતો નસીબ જોગે મુસાફરોની જાનહાની ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જુઓ વિડીયો…
આ ઘટના બનતાં સમગ્ર તંત્ર સ્તબ્ધ થઇ ગયું હતું અને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું પણ ડ્રાઈવર દ્વારા સત્વરે સમય સુચકતાથી કામ લેતા કોઈ જાનહાની ટળી હતી. આવા કિસ્સા ફરી ન થાય એ માટે ખાસ કાળજી રાખવી જરૂરી બને છે નહિ તો મોટી ઘટના બની શકે.











