વાંસદા-ચીખલી- ધરમપુર-કપરાડા- આહવા જેવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના યુવાનો સાથે Decision News દ્વારા શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણીજીના જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત છોડીને સારું લાગે ત્યાં જતા રહે. તેવા નિવેદન પર પૂછવામાં આવ્યું તેમાં યુવાનો કહે છે કે..

ગુજરાતમાં શિક્ષણ પર સવાલ પૂછનારાઓને ગુજરાત છોડીને બીજે જવાનું કહેવાવાળા એ કોણ છે ? વાઘાણીજી ભૂલી ગયા છે કે એ પોતે જનતાના સેવક છે માલિક નથી.. આટલો અહંકાર સારો નહિ ? અમે સવાલ કરીશું અને તમારે જવાબદારી સાથે જવાબ આપવો પડશે તમે આવા પ્રકારના અશોભનીય નિવેદનો નહિ આપી શકો ? અને જે સવાલ વાઘાણીજી તમને પૂછવામાં આવ્યો છે એ એમ પણ ખોટો નથી એક વખત તમે અંતરિયાળ ગામના શિક્ષણનું મુલાકાત લઇ જુઓ ખબર પડી જશે અને નહિ ફાવતું હોય તો પદ છોડી દો.. આ નિવેદન આપ્યા બદલ જનતાની માફી માંગો નહિ તો અમે અમારા મતો થી તમને ખુરશી સોંપી છે એના પાયા તોડતા અમને વાર નહિ લાગે !  જેવા જવાબો યુવાવર્ગ આપી રહ્યો છે.

જિતુ વાઘાણીએ ગતરોજ કહ્યું હતું કે જન્મ્યા ગુજરાતમાં, રહેવું ગુજરાતમાં, ધંધો અહીં કર્યો, છોકરા અહીં ભણ્યા. હવે બીજે સારૂ લાગતું હોય તો મારી વિનંતી છે પત્રકાર મિત્રોની હાજરીમાં. જેને બીજે સારું લાગતું હોય ને તેઓ છોકરાના સર્ટિફિકેટ લઇ જે દેશ અને જે રાજ્યમાં સારું લાગતું હોય ત્યાં જતા રહો. ત્યાં જઇને ઘર-કુટુંબ ફેરવી નાંખો અહીં તો બધું પતી ગયું છે. અહીં તો ભાંગીને ભુક્કો થઈ ગયું છે. જિતુ વાઘાણીના આવા સંબોધનથી સ્ટેજ પર બેઠેલા ભાજપના નેતાઓના ચહેરા મોળા પડી ગયાનું સ્પષ્ટ ચિત્રો જોવા મળ્યા હતા.