કપરાડા: વલસાડ જીલ્લાનાં કપરાડા તાલુકાનાં અંભેટી ગામે પોતાની માલિકીની ખેતીની જમીન બિન ખેતી (એન.એ.) કરાવવા માટે દાખલો મેળવવા બાબતે ગામના તલાટીને 10,000 જેવી માતબર રકમની લાંચ લેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ જીલ્લાનાં કપરાડા તાલુકાનાં અંભેટી ગામે પોતાની માલિકીની ખેતીની જમીન આવેલ છે. જે ખેતીની જમીન બિન ખેતી (એન.એ.) કરાવવા માટે દાખલો મેળવવા ફરીયાદીનાં મિત્રએ અંભેટી ગ્રામ પંચાયત ખાતે અરજી આપેલ હતી  જે ખેતીની જમીનને બિનખેતી કરાવવા દાખલો આપવા આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂપિયા રૂ.૩૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ. જે પૈકી રૂ.૨૦,૦૦૦/- જે તે દિવસે ફરીયાદી પાસેથી આરોપીએ સ્વીકારેલ હતા અને બાકીના રૂપીયા ૧૦,૦૦૦/- આરોપીએ તા.૦૬.૦૪.૨૦૨૨ ના રોજ આાપી જવા જણાવેલ હતું. ફરીયાદી લાંચની રકમ રૂ.૧૦,૦૦૦/- આપવા માંગતાં ન હોય, જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનુ છટકું ગોઠવતા આ કામનાં આરોપી લાંચનાં છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપીયા ૧૦,૦૦૦/- માંગી સ્વીકારી સ્થળ પર પકડાઇ જઇ ગયા હતા.

હાલમાં સમગ્ર વિસ્તારમાં લોકોનો આ રિશ્વત ખોર તલાટીને સામે આક્રોશ ફાટ્યો છે ત્યારે આ ઘટના બાદ હવે કપરાડાનું તંત્ર આ બાબતે કેવા પગલાં ભરશે એ હવે આવનારો સમય જ બતાવશે