વાંસદા: ગતરોજ ગાંધીનગર ખાતે વિધાર્થીઓના શિક્ષણના કરિયર માટે લડત લડતા યુવાનેતા યુવરાજસિંહની પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતની જેમ નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે કચેરીમાં જૉવા મળ્યા હતા.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે આજ રોજ ચાપલધરા રાજપુત સમાજ દ્વારા ગાંધીનગર ખાતે વિધાર્થીઓ માટે સતત લડત આપી રહેલાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે ધરપકડ ખોટી રીતે કરવામાં આવી છે અને એમનાં કાર્યોને દાબવા માટે આ ખોટી ધરપકડ કરવામાં આવી હોવાની વાત સમગ્ર રાજ્યમાં પ્રસરી ગઈ હોય ત્યારે વાંસદા ખાતે પણ એનો પ્રતિસાદ જોવા મળ્યો હતો.

આજે વાંસદા મામલતદાર કચેરી ખાતે યુવરાજસિંહ જાડેજાની ધરપકડના વિરોધમાં આવેદન પત્ર મામલતદાર શ્રીને આપવામાં આવ્યું હતુ. શ્રી ચાપલધરા વિભાગ રાજપુત સમાજના પ્રમૂખ શ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકીની આગેવાનીમાં ચાપલધરા, વાંસદા, વાદરવેલા અને કૂકેરીના ગામના મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા અને “મુક્ત કરો મૂકત કરો યુવરાજ સિંહ ને મુક્ત કરો” જેવાં નારા લગાવામાં આવ્યા હતા. સરકાર આ બાબતને ગંભીરતા પૂર્વક નહિ લેશે અને તાત્કાલિક ધોરણ યુવરાજ સિંહ પર લગાવવામાં આવેલ આરોપ પાછા નહી લે તો આવનારા દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે આવું સમાજના પ્રમૂખ શ્રી ધર્મેન્દ્રસિંહએ જણાવ્યું હતું.