ડાંગ: ગુજરાતમાં મહિલા સશક્તિકરણના સરકારી અભિયાનો વચ્ચે આદિવાસી વિસ્તારોમાં મહિલા સરપંચોના પંચાયતોમાં કેવી રીતે કામ થાય છે તેની નરવી નગ્ન વાસ્તવિકતાના દ્રશ્યો ડાંગના લહાનચર્યા ગૃપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચનો સમગ્ર વહિવટ કરતાં તેમના દિયરનો વિડીયો વાયરલ થયો છે..

જુઓ વિડીયો..

ડાંગના લહાનચર્યા ગૃપ ગ્રામ પંચાયતમાં કુલ સાત ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મંજુલાબેન સુરેશભાઈ ગાવિત ચુંટાઈ આવ્યા છે, લોકોને સરપંચ પાસે દરરોજના વિવિધ પ્રકારના કામ પડતાં હોય છે, પરંતુ લોકોની વારંવારની ફરિયાદ એ રહે છે કે તેણી ઓફિસમાં ક્યારેય હાજર રહેતા નથી, સરપંચની ખુરશીમાં તેણી નો દિયર રમેશભાઈ સોમાભાઈ ગાવિત બેસે છે અને તેણીના ભાગનું કામ કરે છે.

ગ્રામ પંચાયતનો કોઈ પણ વહીવટ હોય અથવા કામો હોઈ ત્યાં પણ તેમની મનમાની અને સહીથી તમામ વહીવટ કરતા ઘણી વાર રંગે હાથો પકડાયા હોઈ અને વારંવાર લોકોની ફરિયાદ છતાં પણ ઉચ્ચ અધિકારીઓ ટકાવારી માટે આવા ભ્રષ્ટ લોકોને સાચવતા આવતા હોઈ તેવું જણાય આવે છે… આવા તો ડાંગ જિલ્લામાં કેટલાં મહિલા સરપંચો હશે.. શું તંત્ર બસ ધૃતરાષ્ટ્ર બની જોતું રહેશે એ તો આવનારો સમય જ બતાવશે.