કેવડીયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયાના ઉચ્ચ અધિકારી નિલેશ દુબે અને CISF ના ઓફિસર શર્મા વચ્ચે ની વાતચીત નો ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જેના વિરોધમાં આદિવાસી સમાજના ઉત્થાન માટે કામ કરતુ BTTS સંગઠન દ્વારા આ દુબેની ધરપકડ કરવાની માંગ ઉઠી છે.
BTTS ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ચૈતરભાઈ વસાવાનું કેહવું છે કે જેમાં શર્માજી યે આદિવાસી લોંગ હૈ પહેલે ખાને કો નહીં મિલતા થા બહાર બેઠતે થે ચડ્ડી પહેન કે બેઠતે થે નોકરી લગ ગયે તો પેન્ટ શર્ટ પહેનને લગે અભી વે જંગલ મે જડી બુટ્ટી ખાને વાલે લોગ હૈ’ જેવા જાતિ વિષયક અપમાન જનક ટિપ્પણી કરી વૈમનસ્ય ફેલાવવાનું કામ કરેલ છે. અમારા પૂર્વજોનું અને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. આવી માનસિકતા ધરાવતા અધિકારીને તાત્કાલિક ફરજ મોકૂફ કરી એટ્રોસિટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવે એવી અમારી માંગણી છે.
જો આ સંદર્ભમાં સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો આવનાર સમય મા આક્રોશ સાથે જન આંદોલન કરવાની ફરજ પડશે ની ચીમકી આપી છે.