વાપી: વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં ગુ.રા.પ્રા.શી.સંઘના આદેશ મુજબ જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાંની માગણી સાથે વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરી મૌન ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાપી,વલસા઼ડ,કપરાડા સહિત વલસાડ જિલ્લાના પ્રા. શિક્ષકોએ પણ વિરોધ નોંધાવી રહ્યા છે. ગતરોજ વાપીની શાળામાં શાળાના શિક્ષણ કાર્યને કોઈ અસર ન પહોંચે તેને ધ્યાનમાં લઈ શિક્ષકો શાળામાં પોતાની શાળામાં 15 મિનિટ વહેલા પહોંચી ગયા હતા અને રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેંશન યોજના શરૂ કરવા ક્રમશ આંદોલન શરૂ કરવાની યોજના મુજબ 1 એપ્રિલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષકો માટે એક કાર્યક્રમ નક્કી કરાયો હતો જે માટે જિલ્લાના શાળાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલમાં ગુજરાતમાં એક બાજુ આદિવાસી સમાજના લોકો આંદોલન કરી રહ્યા છે એક તરફ ખેડૂતો 6 કલાકની જગ્યાએ 8 કલાક વીજળી માટે માંગ કરી રહ્યા છે અને હવે રાજ્યના સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જૂની પેંશન યોજના શરૂ કરવા ક્રમશ આંદોલન શરુ કરવામાં આવ્યું છે હવે આવનારા દિવસોમાં આ આંદોલનોનું શું પરિણામ આવશે એ જોવું રહ્યું.