વઘઈ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં આદેશ અનુસાર આજ રોજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગમનભાઈ ભોયેના અધ્યક્ષ સ્થાને વઘઈ ચાર રસ્તા ખાતે મોંઘવારી ડાયન જેવી પેટ્રોલ, ડીઝલ, ગેસ જેવી જીવન જરૂરિયાતની વસ્તુ પર ધરખમ ભાવ વધારોના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો..

મોંઘવારી ડાયન જેવી પેટ્રોલ, ડીઝલ, ગેસ જેવી જીવન જરૂરિયાતની વસ્તુ પર ધરખમ ભાવ વધારોના વિરોધ કરતા આમ જનતાના ખિસ્સા ખાલી થઈ જતા હોય છે વિકાસના બણગા ફુકતી ભાજપ સરકાર આજે સમગ્ર દેશમાં ખિસ્સા કાતરૂ તરીકે સાબિત થય રહી છે. દિવસે અને દિવસે મોંઘવારી કૂદકે અને ભૂસકે વધતી જાય છે અને સરકાર પોતાના ગુણગાન ગાણ થાકતી નથી. કોંગ્રેસ સમિતિ ઘ્વારા પેટ્રોલ, રાંધણ ગેસ, તેલને અનોખી રીતે પુષ્પાંજલિ આપવામાં આવી હતી. મોંઘવારીનો માર ખાતી પ્રજા સામે ગુજરાતની અસંવેદનશીલ સરકાર આંખ આડા કાન કરવા સફળ રહી છે.

આ વિરોધ પ્રદર્શન પ્રસંગે વઘઇ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગમનભાઈ ભોયે, પ્રદેશ કોંગ્રેસના મંત્રી તબરેઝ એહમદ, ડાંગ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ પટેલ, વઘઈ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ રવિરાજ છગનીયા, ડાંગ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ તુષાર કામડી, વઘઈ તાલુકા કારોબારી જીજ્ઞેશભાઈ પટેલ, મહેશભાઈ સરપંચ, કાળુભાઈ કામડી, ખલપાભાઈ જેવા કોંગ્રેસ અગ્રણી અને મોટી સંખ્યા માં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા.