ડેડીયાપાડા: ગતરોજ વહેલી સવારે ડેડીયાપાડામાં મુખ્ય શિક્ષિકા બહેન કમળાબેન તેમજ નોડલ ઓફિસર બેન દક્ષાબેન (ખોખરાઉમાર) શાળાના કામ અર્થે રાજપીપલા જઈ રહ્યા હતા ત્યારે ટ્રેક સાથે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડેડીયાપાડામાં મુખ્ય શિક્ષિકા બહેન કમળાબેન તેમજ નોડલ ઓફિસર બેન દક્ષાબેન (ખોખરાઉમાર) શાળાના કામ અર્થે રાજપીપલા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત થતાં કમળાબેનનું ઘટના સ્થળ પર જ અવસાન થયું હતું. જ્યારે નોડલ ઓફિસર બેન દક્ષાબેનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હાલમાં અચાનક શિક્ષિકાના અકસ્માતની ઘટનાને લઈને એમના પરિવારની સાથે સમગ્ર વિસ્તારમાં અને શિક્ષણ સ્ટાફમાં શોકમગ્ન વાતાવરણ વ્યાપી ગયું છે