વાંસદા: દક્ષિણ ગુજરાતમાં હાલમાં જેનો આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર દ્વારા ગતરોજ પાર તાપી નર્મદા રિવરલિંક યોજના અંતે સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે જેને લઈને આદિવાસી લોકો વિવિધ મંતવ્યો આપી રહ્યા છે.

આદિવાસી યુવાન વાંસદાના ચિરાગ પટેલનું કહેવું છે કે મોદી સરકારનાં બીજા નંબરના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ યોજનાને હાલ વિરોધ જોતા સ્થગિત કર્યો છે જે માત્ર અને માત્ર 2022ની વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

ડાંગના આદિવાસી યુવાન અક્ષય બાગુલ કહે છે કે ખેડૂતો અંગેના કાયદા બાદ આ બીજા ડ્રીમ પ્રોજેક્ટ સમાન યોજના સરકાર દ્વારા આદિવાસીઓના ભારે વિરોધના કારણે સ્થગિત કરાયો છે તે સરકારે આદિવાસીઓને આપેલો લોલીપોપ છે જે આજના આદિવાસી યુવાન સારી રીતે સમજે છે.

ધરમપુરના આદિવાસી યુવા અર્જુનભાઈ જણાવે છે કે આ યોજના ગુજરાત પુરતી સ્થગિત કરવાની વાત હાલમાં સરકાર કરી રહ્યા છે ત્યારે લોકોએ સમજવું જોઈએ કે આ સરકાર આપણને લોલીપોપ આપી રહી છે જ્યાં સુધી આ યોજના રદ ન થાય ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખીશું.

વ્યારાના યુસુભભાઈએ જણાવ્યું કે ગુજરાતના આદિવાસી બેલ્ટનાં સાંસદો, ધારાસભ્યોએ આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આદિવાસી લોકોના મતો મેળવવા માટે આ યોજનાને સ્થગિત કરી છે પાના આજે આદિવાસી યુવા ભણેલો ગણેલો છે અને આ સરકારની આ બનાવટ ભરી વાતોમાં ભરમાશે નહિ અને પોતાની લડત ચાલુ રાખશે.

કપરાડાના આદિવાસી યુવા જયેન્દ્રભાઈનું કહેવું છે કે સરકારના ડ્રીમ પ્રોજેક્ટને ગુજરાતમાં સ્થગિત કરવાનો નિર્ણય પાછળ મેલપણ છે માત્ર આદિવાસી લોકોને ભ્રમમાં નાખી ચુંટણીમાં વિજય મેળવવાનો આ બદઈરાદો છે જે આદિવાસી લોકો જાણે છે.