ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આવતા કોંગ્રેસના ધારાસભ્યોને રોકવાનો પ્રયત્ન કરનાર અધિકારી સામે કડક પગલા ભરવામાં આવશે એટલું જ નહીં તમામ ધારાસભ્યો સન્માનીય છે અને ફરીથી આવી ઘટના બનશે નહીં તેની તકેદારી રાખવા તેમજ પગલાં ભરવાની ખાતરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિધાનસભાગૃહમાં આપતા મામલો શાંત થયાનું જાણવા મળ્યું છે.
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર સામે તબક્કાવાર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ વખતે કોંગ્રેસના અમિત ચાવડાએ મુદ્દો ઉઠાવી જણાવ્યું કે ધારાસભ્ય આંતકવાદી હોય તે રીતે ગુજરાત પોલીસ તેની સાથે વર્તન કરે છે આજે વિધાનસભાના અધ્યક્ષના આદેશથી કોંગ્રેસના ધારાસભ્યોની ગાડી રોકવામાં આવતી હતી
એટલું જ નહીં તેમના સમર્થકો કે અંગત મદદનીશને પણ વિધાનસભામાં પ્રવેશ આપવામાં આવતો ન હતો એમ તા અધ્યક્ષે સ્પષ્ટતા કરી હતી કે આવી કોઈ સૂચના ને આપી જ નથી તેમ છતાંય મારા નામથી જ ઉલ્લેખ થયો છે તે બાબતે હું કોલ રેકોર્ડ જોઈ તપાસ કરી અને જવાબદાર સામે સખત પગલાં લઈ શકે તેવી ખાતરી ગૃહમાં આપવામાં આવી છે.

