નવસારી: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડામાં પ્રથમ વખતે એકસાથે 25 જીપીએસસી ક્લિયર કરી હોય તેવા 2011 બેચના ડીએસપી અને ડીસીપી કક્ષાના 25 અધિકારીઓ ને આઈપીએસ તરીકે નોમીનેત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાઘ્યાય પણ આઈપીએસ તરીકે નોમીનેશન પક્રિયા પૂર્ણ થયા બાદ આઈપીએસ કેડરના અધિકારી તરીકે ફરજ બજાવશે
ઉલ્લેખનીય છે કે એક સમય એવો હતો જ્યારે ભાગ્યે જ ગુજરાતી IPS માટે પસંદગી પામતાં હતા અને હવે IPS તરીકે નોમીનેટ થવામાં ગુજરાતીઓની સંખ્યા વધી રહી છે ત્યારે એક સાથે 25 પોલીસ અધિકારીઓ ની એકસાથે IPS તરીકે પસંદગી થવી રાજ્યના પોલીસ દળ માટે ઐતિહાસિક ઘટના છે. અત્યાર સુધી ગુજરાતમાં IPS અધિકારીની નિયુક્તિ 2:1 ના ગુણોત્તર પ્રમાણે થતી હતી એટલે કે UPSC પાસ કરનાર બે અધિકારીઓ સામે એક અધિકારી GPSC પાસ કરી DYSP કે નાયબ કમિશનર તરીકે ભરતી પામ્યા બાદ પ્રમોશન મેળવી IPS તરીકે નિયુક્તિ પામતા હતા અને હવે રાજ્યમાં એક સાથે 25 જેટલા પોલીસ અધિકારીઓની IPS તરીકે નોમીનેશન કરવામાં આવ્યું છે જેમાં નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય પણ સામેલ હોવાની માહિતી મળી છે જેના કારણે નવસારી જિલ્લાના પોલીસ બેડા સહિત સમગ્ર જિલ્લાના નાગરિકો ગર્વની લાગણી વ્યક્ત કરી રહ્યા છે
નવસારી જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકેની ઋષિકેશ ઉપાધ્યાયની કામગીરી શરૂઆત થી જ પ્રસંશાપાત્ર રહી છે જે બાબતે અનેક વાર સમાચારપત્રોમાં અને જાગૃત નાગરિકો દ્વારા જાણવા મળતું રહ્યું છે. તેમના માર્ગદર્શનમાં જિલ્લા પોલીસ વધુ સજાગ અને સતર્ક બની છે અને મોટા પરાક્રમો પણ કરી બતાવ્યા છે ઘણાં કેસોમાં પોલસે ગણતરીના સમયમાં જ પરિણામ આપ્યા છે. તેવામાં શ્રી ઋષિકેશ ઉપાધ્યાયનું નામ IPS તરીકે નોમીનેટ થતાં નવસારી જિલ્લામાં ખુશી ની લહેર દોડી ગઈ છે બધા જ લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.











