ગણદેવી: ગતરોજ ગણદેવી તાલુકાના બીગરી ગામના નિરાધાર બનેલ માજીને અકસ્માતમાં થયેલ પતિના મૃત્યુના વીમાના રૂપિયા આપવા લોક અદાલતે વીમા કંપનીને કરેલા હુકમે માજીના ચેહરા પર ન્યાય મળ્યાની ખુશીનો કિસ્સો બહાર આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગણદેવી તાલુકાના બીગરી ગામે રહેતા 75 વર્ષના વૃદ્ધા કાશીબેન બુધાભાઈ પટેલના પતિનું 17 જાન્યુ. 2021ના રોજ અકસ્માતથી અવસાન થયેલ તથા તેઓના સંતાનો પૈકીના તેમની સાથે રેહતા અને તેમની દેખરેખ રાખતાં એક માત્ર પુત્રનું કોરોનામાં અવસાન થતા 75 વર્ષના ગરીબ વૃધ્ધા નિરાધાર બન્યા હતા જેને લઈને વાંસદાના જે.ઈ આઈ સંસ્થાના વકીલ દિવ્યતા આર. શાહનાએ અકસ્માત વિમાનો કેસ નવસારીના મોટર એક્સીડેન્ટ ટ્રીબ્યુનલમાં દાખલ કરી કેસ જીતતા અરજદારને પતિના થયેલા અકસ્માતનાનું વળતરનો નેશનલ લોક અદાલતમાં વીમા કંપનીને હુકમ કરવામાં આવ્યો હતો.

આવા નિરાધારો માટે લડતા વકીલોને ખરેખર સલામ કરવાનું મન થાય જેઓ સત્ય માટે અને જરૂરીયાતમંદ લોકોના ન્યાય માટે લડતા હોય છે. ખરેખર આ કિસ્સો આવનારા દિવસોમાં ઘણાં વકીલોનો હદય પરિવર્તન કરનારો સાબિત થાય એવી આશા છે.