ચીખલી: છેલ્લા ઘણા સમયથી ચીખલી અને નવસારીના ઘણા વિસ્તારોમાં કોંગ્રેસને મજબૂતાઈ પ્રદાન કરનારા અને સતત સત્તાપક્ષના ખોટા કામો અને નિર્ણયોને કડક શબ્દોમાં વખોડનારા ચીખલીના સાદકપોર ગામના વતની શૈલેષભાઇ પટેલની નવસારી જિલ્લા કોંગ્રસના પ્રમુખપદે નિયુક્તિ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યા દરમ્યાન અનેક વિરોધ પ્રદર્શનોમાં ભાગ લઈ આક્રમકતાથી પોતાની પાર્ટીનો પક્ષ રજૂ કરતા આવ્યા છે. આ ઉપરાંત તેમણે જાહેરહિતના પ્રશ્નોમાં પણ અવાર-નવાર આવેદનપત્ર પાઠવી લોકોના પ્રશ્નોને વાચા આપવાના પ્રયત્નો હાથ ધરી કોંગ્રેસના કાર્યકરોમાં એક નવો જોમ અને ઉત્સાહ ભરવા સતત પ્રયત્નશીલ રહેતા અને કોરોના કાળ દરમિયાન નોંધનીય કામગીરી કરી હતી. તેમને ઘણી ખાનગી સંસ્થા દ્વારા એવોર્ડ પણ મળ્યા છે.

હાલમાં નવસારી જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિમાં સુધારણા અનેક પડકારો સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે શૈલેષભાઈ પટેલની નિયુક્તિ અને તેમની ટીમ કેવી રીતે લડત ચલાવશે. કોંગ્રેસને વિજયી દિશામાં લઇ જવા માટે શૈલેષભાઈ પટેલ સિદ્ધાર્થભાઈ દેસાઈ, ધારાસભ્ય અનંતભાઇ પટેલ જેવાનો સપોટ મળશે. હવે શૈલેષભાઈ પટેલ નવસારી જિલ્લાના કોંગ્રેસના મજબુત કરવા પગલાં લે છે તે જોવું ખુબ જ રસપ્રદ રેહશે.