દિલ્લી: કેન્દ્રીય ટ્રેડ યૂનિયનના એક ફોરમે 28 માર્ચ અને 29 માર્ચે ભારત બંધની જાહેરાત કરી છે. ભારત બંધનું આહવાન મોદી સરકારની એવી નીતિઓની વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે, જે કર્મચારી, ખેડૂત અને સામાન્ય જનતાને અસર કરે છે.

અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘે પોતાના ફેસબૂક પેજ પર લખ્યું છે કે, બેકિંગ સેક્ટર પણ આ હડતાળમાં શામેલ થશે. અનેક રાજ્યોમાં નીતિઓનું નિરીક્ષણ કર્યા બાદ યૂનિયનોએ કર્મચારી, ખેડૂત, જનતા અને દેશ વિરોધી નીતિઓ વિરુદ્ધ બે દિવસ હડતાળ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં રોડવેઝ, ટ્રાન્સપોર્ટ અને વીજળી વિભાગના કર્મચારીઓ પણ શામેલ થઇ શકે છે.