દાહન: આપણે જ્યારે આજે આઝાદી 75 વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે ત્યારે દાદરા નગર હવેલીમાં આજે પણ આદિવાસી ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ યોજનાના અમલીકરણ પછી પણ જે પીવાના પાણીને લઈને જે સમસ્યા છે તેને દુર કરવામાં નિષ્ફળ રહ્યા છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે.
Decision News પાસે એવા દ્રશ્યો આવ્યા છે કે એક તરફ આપણી સરકારો દરેક ક્ષેત્રોમાં વિકાસ થયાના બંગાણા ફૂક્તી હોય છે ત્યારે એ ગુજરાત હોય કે તેને અડીને આવેલા દાદરા નગર હવેલીના આદિવાસી ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હજુ પણ વર્તાય રહી છે આદિવાસી ગંદુ પાણી પીવા મજબુર બનતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હજુ તો ઉનાળાની શરૂવાત છે અને જો આ સ્થિતિ હશે તો આવનારા દિવાસો આ આદિવાસી લોકોના કેવા હશે તે વિચારીને કાજળું કંપી જાય છે.
આ માળખાકીય સુવિધા ઉભી ન થઈ એના માટે આપને જવાબદાર કોને ઠેરવીશું ? સ્થાનિક વહીવટીતંત્ર ને કે જે પીવાના પાણીની કરોડો રૂપિયાની યોજનામાં વેઠ ઉતરતા હોય છે કે નેતાઓને જે જે માત્ર ચુંટણી સમયે લોકોની દરેક સમસ્યાઓ દુર કરવાના વાયદાઓ કાર્ય હોય છે ? કોણ છે જવાબદાર આ પ્રશ્નો લોકોએ મનોમંથન કરવાની જરૂર છે.