ચીખલી: આજરોજ કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ તથા બેંક કર્મચારી સહિત ૧૦ ટ્રેડ યુનિયનો પડતર માંગ માટે હડતાલ કરી છે ત્યારે ચીખલી તાલુકાના રાનકુવા પોસ્ટ ઑફિસ ખાતે ચીખલી, આલીપોર, દેગામ, ખારેલ, દિગેન્દ્રનગર, ફડવેલ પોસ્ટ ઑફિસમાં પણ કર્મચારીઓ દ્વારા હડતાળના સમર્થનમાં આવ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ તથા બેંક કર્મચારી સહિત ૧૦ ટ્રેડ યુનિયનો પડતર માંગ માટે હડતાલને લઈને નવસારી જિલ્લામાં આવેલી રાનકુવા પોસ્ટ ઑફિસ ખાતે ચીખલી, આલીપોર, દેગામ, ખારેલ, દિગેન્દ્રનગર, ફડવેલ પોસ્ટ ઑફિસ અને તેની બ્રાંચ પોસ્ટ ઑફિસનાં ૧૦૦ જેટલાં કર્મચારીઓ એ ભેગા મળી હડતાલને સમર્થન આપ્યું હતું,

જેમાં પોસ્ટલ સ્ટાફ નાં કૃણાલભાઈ, સંજયભાઈ, સંદીપભાઈ, ભાવેશભાઈ, દિલીપભાઈ, હસમુખભાઈ તથા પોસ્ટમેન સ્ટાફના પ્રમોદભાઈ, રાજુભાઈ, વસંત ભાઈ, દર્શનાબેન તથા જીડીએસ સ્ટાફનાં જીજ્ઞેશભાઈ, ચિંતનભાઈ, હિતેશભાઈ, બિપીનભાઈ, મોસમીબેન, હેમાંગીબેન શીતલબેન , પારૂલબેન તથા તમામ સ્ટાફ ભાઇ બહેનો એ હડતાલ માં ભાગ લીધો