આહવા: તાલુકાના મોટાચર્યા ગામે એક ખેડૂતનાં કુવામાંથી બોરખલની 36 વર્ષીય મહિલાની લાશ પ્લાસ્ટિકનાં કોથળા પગમાં પથ્થર બાંધેલ હાલતમાં મળી આવેલ લાશના પ્રકરણ આત્મહત્યા નહી પરંતુ હત્યા સાબિત થતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું વંટોળ જોવા મળી રહ્યું છે હાલમાં પોલિસે પતિ અને રખાત બંનેની ધરપકડ કરી છે.

સાપુતારા પોલીસ નોંધેલી માહિતી અનુસાર ઘટના સ્થળે કુવામાંથી આ મહિલાની લાશ કાઢી પી.એમની તપાસ માટે ફોરેન્સિક લેબ સુરતમાં મોકલાવાઈ હતી. આ ઘટના સંદર્ભે પી.એસ.આઈ. એમ.એલ.ડામોરની ટીમે આ બનાવ સંદર્ભે શંકાસ્પદ આરોપીઓને ડિટેકટ કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી જેમાં ફરિયાદીની દીકરી કમળાબેન પવારનાં લગ્ન ત્રણેક વર્ષ પૂર્વે પ્રવીણભાઈ જ્યોતિગભાઈ પવાર. રહે. ગોંડલવિહીર તા આહવા ખાતે થયા હતા. આ બન્નેનાં લગ્ન જીવન થયા બાદ પતિ પ્રવીણભાઈ પવાર દ્વારા પત્ની કમળાબેન પવારને વારંવાર ત્રાસ ગુજારવામાં આવતો હતો અને છુટાછેડા માંગી ઘરમાંથી કાઢી મૂકી બીજી પત્ની પણ રાખેલ હતી. મૃતક મહિલા કમળાબેન પવાર પતિને છૂટાછેડા આપવા તૈયાર ન હતા. જે મન દુઃખ રાખી પતિ પ્રવીણભાઈ પવાર ગત 14મી માર્ચે બોરખલ ગામેથી પિયરમાંથી પત્ની કમળાબેન પવારને પોતાની મોટરસાયકલ પર બેસાડી લઈ ગયો હતો અને પતિ પ્રવીણભાઈ પવારે બીજી પત્નીના મદદગારીથી પ્રથમ પત્ની કમળાબેન પવારની કરપીણ હત્યા કરી લાશને આહવા તાલુકાનાં મોટાચર્યા ગામે એક ખેડૂતનાં કૂવામાં નાખી દઈ પુરાવાનો નાશ કર્યો હતો.

મૃતક મહિલાનાં માતા યશોદાબેન મોતીલાલભાઈ પવારે તેઓની દીકરીની હત્યા પતિએ જ કરી હોવાની શંકા સાથે ડાંગ એસ.પી સહિત સાપુતારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જે ફરિયાદનાં આધારે સાપુતારા પોલીસ આગળની વધુ તપાસ કરી રહી છે.