વલસાડ: આજ રોજ ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છાઓ આપવાનો કાર્યક્રમ ભારતીય જનતા યુવા મોરચા વલસાડ તાલુકા દ્વારા રાખવામાં આવેલ હતો જેના કારણે વિદ્યાર્થીઓમાં પરીક્ષા આપવા માટેનો ઉત્સાહ બેવડાયો હતો.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આ સમગ્ર કાર્યક્રમ વલસાડ તાલુકાની સાર્વજનિક હાઈસ્કૂલ ડુંગરી ખાતે ભાજપ યુવા મોરચા વલસાડ તાલુકા દ્વારા રાખવામાં આવેલ હતો જેમાં ભાજપ યુવા મોરચા વલસાડ તાલુકા પ્રમુખ મીત પટેલ, ડુંગરી ગામના પ્રથમ નાગરિક સરપંચ મેડમ શ્રી મતી પ્રિતી અસિત દેસાઈ , ભાજપ અગ્રણી શ્રી અસિતભાઈ દેસાઈ, ડુંગરી તાલુકા પંચાયત સભ્ય વર્ષાબહેન પટેલ, ડુંગરી ગ્રામપંચાયત ઉપ સરપંચ શ્રી પંકજ પટેલ, ઉમેશ પટેલ હાજરી આપી હતી
આ ઉપરાંત ભાજપ યુવા ઉપપ્રમુખ હાર્દિક પટેલ, મંત્રી શ્રી નિરલ પટેલ અને સૌ યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ, બોલપેન, તિલક કરી મીઠાઈ આપી પરીક્ષાખંડમાં મોકલવામાં આવ્યા હતા